Gujarat

લાલપુર નમો ભવનમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ની કાર્યશાળા યોજાઈ

લાલપુર નમો ભવન ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત લાલપુર તાલુકાની એક ખાસ કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનસેવાના 25 વર્ષ પૂરા થવાના પ્રસંગે દેશભરમાં ચાલી રહેલા વિવિધ સેવા અને જનજાગૃતિ કાર્યક્રમોના ભાગરૂપે આયોજિત કરવામાં આવી હતી.

લાલપુરમાં યોજાયેલી આ કાર્યશાળામાં અભિયાનના હેતુઓ, જનસેવાના અલગ-અલગ પાસાઓ અને સમાજના દરેક વર્ગ સુધી સેવાના કાર્યોને વધુ અસરકારક રીતે કેવી રીતે પહોંચાડવા તે અંગે માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવી હતી.

કાર્યશાળા દરમિયાન સેવા પ્રવૃત્તિઓને વધુ મોટા પાયે લઈ જવા, જરૂરિયાતમંદ લોકો સુધી વિવિધ સેવાકીય પહેલો પહોંચાડવા અને જનસેવાના કાર્યોમાં વધુ લોકોની ભાગીદારી થાય તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ સેવા, સમર્પણ અને સંકલ્પની ભાવનાને વધુ મજબૂત બનાવી રાષ્ટ્રસેવા અને જનસેવાના કાર્યોને નવી ઊર્જા સાથે આગળ વધારવાનો સંકલ્પ લેવાયો હતો.