ગુજરાત રાજ્યમાં UG મેડિકલમાં એડમિશન પહેલા જ પેરા મેડિકલમાં પ્રવેશ માટેની પ્રક્રિયા 29મી મેથી શરૂ થશે. જેમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન અને પિન વિતરણ પ્રક્રિયાનો પ્રારંભ થશે. જેમાં રાજ્યની સરકારી અને સેલ્ફ ફાઇનાન્સ 1165 કોલેજની 56,754 બેઠક પર પ્રવેશ માટે પ્રક્રિયા થશે. વિદ્યાર્થીઓ 12 જૂન સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
જે બાદ 30 મે થી 13 જૂન દરમિયાન ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા કરવામાં આવશે. જોકે ગત વર્ષે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા 10 રાઉન્ડ બાદ સેલ્ફ ફાઈનાન્સની 50294માંથી 33500 સીટ ખાલી રહી હતી. જેનું કારણકે નવી હતું કે ઓનલાઈન પ્રક્રિયા હોવાને કારણે કઈ કોલેજમાં કેટલી જગ્યાઓ ખાલી છે તેનું મેટ્રિક્સ મળતું ન હતું. જેથી વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવી પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવે તો સરળતા રહે.
ઓનલાઈન પીન વિતરણ 29 મેથી શરૂ થશે ગુજરાત સરકારના ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઈડ મેડિકલ એજ્યુકેશન કોર્ષીસ દ્વારા ધોરણ 12માં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓ સરકારી કામદાર, રાજ્ય વિમા નિગમ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્વ નિર્ભર સંસ્થાઓની સરકારી બેઠકો માટે પ્રથમ વર્ષમાં અભ્યાસક્રમમાં પ્રવેશ માટેના ઓનલાઈન પીન વિતરણ અને ઓનલાઇન રજીસ્ટ્રેશન 29 મેના 11 વાગ્યાથી 12 જૂનના 12 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
જ્યારે આ તારીખો દરમિયાન જ ઓનલાઈન રજીસ્ટ્રેશન અને પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે. જે બાદ 30 મેના સવારે 10 વાગ્યાથી 13 જૂનના 12 વાગ્યા સુધી હેલ્પ સેન્ટર ખાતે અરજી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી થશે.

