અમદાવાદ-બગોદરા હાઈવે ભારે વરસાદના કારણે બંધ કરાયા બાદ હવે વાહનવ્યવહાર માટે ફરી ખુલ્લો મુકાયો
અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે પ્રભાવિત થયેલા અમદાવાદ-રાજકોટ માર્ગ અંગે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ભારે વરસાદને કારણે બંધ કરવામાં આવેલો સનાથલથી બગોદરા સુધીનો હાઈવે હવે સંપૂર્ણપણે મોટરેબલ (વાહનવ્યવહાર યોગ્ય) થઈ ગયો છે અને તેના પર વાહનોની અવરજવર માટે શરૂ કરી દેવામાં આવ્યો છે.
ટ્રાફિક નિયમોનું પાલન કરવા તંત્રની અપીલ
હાઈવે ફરી શરૂ થવાની સાથે જ અમદાવાદ ગ્રામ્ય પોલીસે નાગરિકો અને વાહનચાલકો માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે. તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે કે, મુસાફરી દરમિયાન ટ્રાફિકના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું. રસ્તાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વાહન નિયત ગતિમર્યાદામાં જ ચલાવવું. માર્ગ પર તૈનાત પોલીસ અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું અક્ષરશ: પાલન કરવું.
મુસાફરી દરમિયાન કોઈપણ પ્રકારની આપત્તિ, દુર્ઘટના કે કટોકટીની સ્થિતિ સર્જાય તો તાત્કાલિક મદદ મેળવવા માટે ગ્રામ્ય પોલીસ દ્વારા ૧૧૨ (૧૧૨) નંબર પર સંપર્ક કરવા જણાવાયું હતું.

