Gujarat

રાજપાર્કમાં આંગણવાડી ચોમાસામાં બની ‘જળવાડી’, પાણી ભરાતાં હાલાકી

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રી-મોન્સૂન કામગીરીના ગમે તેટલા દાવા કરવામાં આવતા હોય, પરંતુ વાસ્તવિકતા કાંઈક જુદી જ ચિત્ર ઉપસાવે છે.

શહેરના વોર્ડ નંબર 10 માં આવેલા રાજપાર્ક વિસ્તારમાં સ્થિત ””નંદઘર કેન્દ્ર-4”” (આંગણવાડી)માં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સામે આવી છે, જેના કારણે નાના-નાના બાળકો અને તેમના વાલીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક વાલીઓના જણાવ્યા અનુસાર, અહીં થોડા એવા વરસાદમાં પણ આંગણવાડીના પરિસરમાં અને પ્રવેશદ્વાર પર કાદવ-કીચડ અને પાણી ભરાઈ જાય છે.

આજે સવારે જ્યારે માતાઓ પોતાના નાના બાળકોને આંગણવાડીએ મૂકવા આવ્યા, ત્યારે તેમને ગંદા પાણીમાંથી પસાર થઈને જવાની નોબત આવી હતી. અવારનવાર સર્જાતી આ સમસ્યાના કારણે માસુમ બાળકોના આરોગ્ય સામે પણ રોગચાળાનું જોખમ તોળાઈ રહ્યું છે.