સમગ્ર જીલ્લામાં પ્રથમ રાઉન્ડ બાદ વરસાદ ખેંચાતા ઉભા પાક માટે વિકટ સ્થિતિ ઉભી થઈ છે. શરૂઆતમાં ભારે વરસાદના કારણે પાણી સ્ટોરેજ ન કરવાથી ડેમનું લેવલ તળીયે જતાં તમામ ડેમ ખાલી થવા લાગ્યાં છે. ખોરાસા ગામે આવેલ સાંબલી જળ સંપત્તિ ડેમમાં વરસાદ ખેંચાતાં જળસંકટ જેવી સ્થિતિ ઉભી થઈ છે. કુવા અને બોર ખાલી થતાં હાલ ઉભેલા પાકને બચાવવા ખેડૂતો માટે સાંબલી ડેમમાંથી પાણી છોડવા સિવાઈ બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.
હવે જો સિંચાઈ પાણી આપવામાં આવે તો 4 ગામની જમીનને માત્ર એક વખત જ પાણી આપી શકાય તેવી વ્યવસ્થા છે હજુ ચોમાસાનો સમયગાળો બાકી છે. વરસાદ ન થાય તો ડેમમાં પાણી બચે તેવી કોઈ શક્યતાં નથી ત્યારે ખેડૂતો સૌની યોજનાનું પાણી ડેમમાં ઠાલવવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે.

