Gujarat

કોંગોમાં વિમાન દુર્ઘટનામાં ૨ વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ સહિત ઓછામાં ઓછા ૧૪ લોકોનાં મોત

કોંગોમાં વિમાન દુર્ઘટનામાં બે વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ સહિત ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત થયા હોવાનું લશ્કરે શુક્રવારે જણાવ્યું હતું. આ ઘટનામાં મૃત્યુ પામેલા બે વરિષ્ઠ લશ્કરી અધિકારીઓમાં લશ્કરી અદાલતના વડા લેફ્ટનન્ટ જનરલ મુટોમ્બો કાટાલાયી ટિએન્ડે અને સશસ્ત્ર દળોના ઓડિટર જનરલ લેફ્ટનન્ટ જનરલ બાકુમી લિકુલિયાનો સમાવેશ થાય છે. કોંગોના લશ્કરના પ્રવક્તા મેજર જનરલ એફોમી એકેન્ગેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ બે જનરલ અધિકારીઓ ઉપરાંત, પ્રતિનિધિમંડળના બાર સભ્યો અને ક્રૂ સભ્યોએ પણ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે.”

વિમાનમાં તકનીકી ખામી સર્જાઈ અને તે કેન્ગેમાં ક્રેશ થયું

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે વિમાન દક્ષિણ-પશ્ચિમ કિક્વિટથી રાજધાની કિન્શાસા પરત ફરી રહ્યું હતું; તે દરમિયાન તેમાં તકનીકી ખામી સર્જાઈ અને તે કેન્ગેમાં ક્રેશ થયું, જેમાં સવાર તમામ લોકોના મોત થયા. એકેન્ગેએ કહ્યું કે ઘટનાની જાણ થતાં જ અકસ્માતના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે.

સિવિલ એવિએશન ઓથોરિટીના બોર્ડના અધ્યક્ષ ટ્રાયફોન કિન-કીય મુલુમ્બાએ જણાવ્યું હતું કે ક્રેશનું કારણ અજ્ઞાત છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે કોંગોનું લશ્કર ગયા વર્ષથી પૂર્વીય ક્ષેત્રમાં રવાન્ડા-સમર્થિત સ્૨૩ બળવાખોર જૂથ સહિતના અનેક બળવાખોર જૂથો સામે લડી રહ્યું છે; બળવાખોર જૂથો દ્વારા કરવામાં આવેલા આક્રમક હુમલાઓને કારણે તેમણે મહત્વપૂર્ણ શહેરો પર કબજાે જમાવ્યો હતો.

જર્મનીમાં અમેરિકન લશ્કરી વિમાન ક્રેશ થયું

અમેરિકન લશ્કરે જણાવ્યું હતું કે આ અઠવાડિયાની શરૂઆતમાં, મંગળવારે પશ્ચિમ જર્મનીમાં આવેલા યુએસ એર બેઝ પર એક અમેરિકન લશ્કરી વિમાન ક્રેશ થયું હતું, જેમાં પાઇલટ ઘાયલ થયો હતો. યુએસ સ્પંગડાહલેમ એર બેઝે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાઇલટ ઇજેક્ટ (વિમાનમાંથી સુરક્ષિત બહાર) થઈ ગયો હતો અને તેને તબીબી સારવાર આપવામાં આવી રહી હતી. જાેકે, એર બેઝે વધુ વિગતો આપી ન હતી.

સ્થાનિક જર્મન જિલ્લાએ, જ્યાં સ્પંગડાહલેમ આવેલું છે, અગાઉ જણાવ્યું હતું કે અગ્નિશામક અને કટોકટીની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી કરી હતી. દરમિયાન, સ્થાનિક સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે તેઓ અકસ્માત વિશે વધુ માહિતી આપવામાં અસમર્થ છે. નોંધનીય છે કે સ્પંગડાહલેમ ખાતે હ્લ-૧૬ ફાઇટર જેટ સ્ક્વોડ્રન તૈનાત છે જેમાં લગભગ ૨૦ વિમાનો છે, તેમ જર્મન સમાચાર એજન્સી ઙ્ઘॅટ્ઠ એ અહેવાલ આપ્યો છે. આ સ્ક્વોડ્રન, જે વિશ્વભરમાં યુએસ એર ફોર્સ અને નાટો (દ્ગછ્ર્ં)ના મિશનમાં સહાય પૂરી પાડે છે, તે આ એર બેઝનું મુખ્ય અંગ છે. તાજેતરના આંકડા મુજબ, આ બેઝ પર લગભગ ૫,૦૦૦ લશ્કરી અને નાગરિક કર્મચારીઓ તેમજ તેમના પરિવારના સભ્યો કાર્યરત છે. આ યુએસ એર બેઝમાં ૭૦૦ થી ૮૦૦ જેટલા જર્મન નાગરિકો પણ રોજગારી મેળવે છે.

દરમિયાન, યુએસ એર ફોર્સ ૧૯૫૦ના દાયકાના મધ્યભાગથી સ્પાંગડાહલેમ (જીॅટ્ઠહખ્તઙ્ઘટ્ઠરઙ્મીદ્બ) ખાતે પોતાની હાજરી જાળવી રાખી રહ્યું છે. દક્ષિણ-પશ્ચિમ જર્મનીમાં કાઈઝર્સલાઉટર્ન (દ્ભટ્ઠૈજીજિઙ્મટ્ઠેંીહિ) નજીક આવેલા રામસ્ટેઈન (ઇટ્ઠદ્બજંીૈહ) ઉપરાંત, સ્પાંગડાહલેમ એર બેઝને આ વિસ્તારમાં યુએસ લશ્કર માટેના સૌથી મહત્વપૂર્ણ એરફિલ્ડ્સમાંનું એક માનવામાં આવે છે.