છાલા ખાતે યોજાયેલી ચૌધરી વિલેજ કપ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં છાલાની ટીમે ગિયોડની ટીમને હરાવીને ફરી ચેમ્પિયનશિપ જીતી હતી. ફાઇનલ મેચ આજે રમાઈ હતી.ટૂર્નામેન્ટમાં 42 ગોળ ચૌધરી સમાજનાં 15 ગામોની અંદાજે 42 ટીમોએ ભાગ લીધો હતો.
વિજેતા ટીમને ભાજપના પ્રવક્તા હિતેશભાઈ પટેલના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી. આજુબાજુનાં ગામોના ક્રિકેટપ્રેમીઓ પણ મેચ જોવા આવ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ચૌધરી સમાજના યુવાનોમાં રમતગમતની ભાવના, એકતા અને ભાઈચારો વધારવાના હેતુથી ટૂર્નામેન્ટ યોજાઈ હતી.

