Gujarat

જામનગરમાં રૂ. 2.55 લાખની સોનાની બંગડીઓનો વિશ્વાસઘાત

જામનગરમાં રૂ. 2.55 લાખની કિંમતની સોનાની બંગડીઓના વિશ્વાસઘાત પ્રકરણમાં મુખ્ય આરોપી કેયુર ઉર્ફે વાણિયો નીતિનભાઈ સંઘવીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે તેને લાલ બંગલા પાસેથી પકડી પાડ્યો હતો. કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ અંગે રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં રહેતા અને મૂળ જામનગરના સોની વેપારી હાર્દિકભાઈ અનિલભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેમણે તેમના ગ્રાહક જયપાલસિંહ નરેન્દ્રસિંહ રાણાને આપવા માટે ૬૦.૧૦૦ મિલીગ્રામ વજનની (૨૧.૫૭૦ ગ્રામ શુદ્ધ સોનું) રૂ. ૨,૫૫,૦૦૦ ની કિંમતની કોપર સોનાની બંગડીઓની એક જોડી આરોપી કેયુર નીતિનભાઈ સંઘવીને આપી હતી.

જોકે, આરોપી કેયુરે આ બંગડીઓ ગ્રાહકને પહોંચાડવાને બદલે જામનગરના મહાલક્ષ્મી ચોકમાં રહેતા રવિ સોની પાસે રૂ. ૧,૫૦,૦૦૦ માં ગીરવે મૂકી દીધી હતી. રવિ સોનીએ આ બંગડીઓ ઓગાળી નાખી કોઈ પણ આધાર-પુરાવા વગરનું સોનું પોતાની પાસે રાખી લીધું હતું. આ ગુનામાં જામનગરના જીગ્નેશ સોલંકીએ રવિ સોનીને બચાવવા માટે ખોટા નોટરી કરાર કરાવી આપી વિશ્વાસઘાતના ગુનામાં મદદગારી કરી હતી.