Gujarat

ધોરાજી પાસેનો ભાદર-૨ ડેમ પૂર્ણ સપાટી નજીક ભરાતાં હાઈએલર્ટ

રૂલ લેવલ જાળવવા ડેમના ૫ દરવાજા ૧.૮૨ મીટર (૬ ફૂટ) સુધી ખોલાયા,

ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં રૂલ લેવલ ૫૨.૫૦ મીટર જાળવવા ડેમમાંથી ૪૦,૬૦૪ ક્યુસેક પાણી નદીમાં છોડાયું,

ભાદર-૨ ડેમમાં હાલ નીરની આવક સામે ૪૦,૬૦૪ ક્યુસેક પાણીની જાવક ચાલુ રહેતાં ભાદર નદી બે કાંઠે વહેતી થઈ,

ડેમમાંથી પાણી છોડાતાં ધોરાજી, ઉપલેટા, પોરબંદર અને કુતિયાણા તાલુકાના ૩૮ થી વધુ હેઠવાસના ગામોને તંત્ર દ્વારા હાઈએલર્ટ કરાયા,

ધોરાજીના ભોળા, ભલ ગામડા, સુપેડી તથા ઉપલેટાના ડુમિયાણી, ચીખલિયા, ગણોદ, લાઠ સહિતના ગામોને સલામત સ્થળે ખસી જવા અને નદીપટમાં અવરજવર ન કરવા ખાસ ચેતવણી જારી,

પોરબંદર અને માણાવદર પંથકના કુતિયાણા, ચૌટા, નવીબંદર અને ચીલોદરા સહિતના કાંઠાના ગામોના લોકોને પણ નદી-નાળાથી દૂર રહેવા રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલ દ્વારા અપીલ.

બાઈટ – ધ્રુવ મહેતા, સેક્શન અધિકારી ભાદર 2 ડેમ

વિપુલ ધામેચા ધોરાજી