સાણંદ નગરપાલિકા સંચાલિત શેઠ સી. કે. હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદ જિલ્લા પંચાયતના સદસ્ય હેતલબેન અશોકભાઈ પરમારે પોતાના સ્વખર્ચે શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં સાણંદ નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન જીજ્ઞેશકુમાર વાઘેલા અને સાણંદ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન બાબુભાઈ પરમાર વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત શાળાના આચાર્ય, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. હેતલબેન પરમાર દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કરવામાં આવેલ આ સહયોગ બદલ શાળા પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

