Gujarat

ઐયાશ પતિએ સાળીના બિભસ્ત ફોટોગ્રાફ્સ ક્લીક કરીને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યા હતા

લગ્નજીવનની આડમાં પતિની અય્યાશીઓ અને છેતરપિંડીનો ભોગ બનેલી મહિલાએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના પતિ પિયુષ વિરુદ્ધ ઘરેલુ હિંસા, દહેજની માંગણી, મારઝૂડ અને અન્ય મહિલાઓ સાથેના સંબંધો સહિતના ગંભીર આક્ષેપો સાથે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પતિના મોબાઈલ ફોનમાંથી અન્ય મહિલાનો પ્રેગ્નન્સી રિપોર્ટ મળ્યો ફરિયાદ મુજબ મહિલાના લગ્ન વર્ષ 2007માં સમાજના રીતરીવાજ મુજબ વડોદરામાં રહેતા પિયુષ સાથે થયા હતા. લગ્નના ગણતરીના દિવસોમાં જ મહિલાને પતિના મોબાઈલ ફોનમાંથી અન્ય મહિલાનો પ્રેગ્નન્સી રિપોર્ટ મળી આવ્યો હતો. આ અંગે પૂછપરછ કરતાં પિયુષ ઉશ્કેરાઈ ગયો હતો અને પત્ની સાથે મારઝૂડ શરૂ કરી દીધી હતી. પિયુષ અને મહિલા અમદાવાદ રહેવા માટે આવી ગયા હતાં. જોકે, અહીં પણ પિયુષની હરકતોમાં કોઈ ફેરફાર આવ્યો નહોતો.

સાળીના બિભસ્ત ફોટોગ્રાફ્સ ક્લીક કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા મહિલાની પિતરાઈ બહેન તેમના ઘરે રોકાવા માટે આવી ત્યારે પિયુષે તેની સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. તેના બિભત્સ ફોટોગ્રાફ્સ પાડી શરીર સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ઇનકાર થતાં ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં અપલોડ કરી દેવામાં આવ્યા હતાં. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા પિયુષની ધરપકડ પણ થઈ હતી.

દહેજ તરીકે રૂ. આઠ લાખની માગણી કરી જોકે, જામીન પર છૂટ્યા બાદ તેણે ફરી પત્ની પર અત્યાચાર શરૂ કર્યા હતા. પરિવારજનોના પ્રયાસોથી સમાધાન થયા બાદ પિયુષ નોકરીના બહાને મુંબઈ ગયો હતો. આ દરમિયાન તેણે પત્ની પાસેથી દહેજ તરીકે રૂપિયા આઠ લાખની માંગણી કરી હતી. મહિલાના પરિવાર દ્વારા આ રકમ આપવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.