Gujarat

સરખેજમાં ભંગારના ગોડાઉનમાંથી ક્લોરિન ગેસ ગળતર

સરખેજ- ધોળકા રોડ પર તલાવડી પાસે ભંગારના ગોડાઉનમાં રહેલા ક્લોરીન ના બાટલામાંથી ગેસ લીકેજ થવાની ઘટના બની હતી. ગેસ લીકેજ થતા લોકોને આંખમાં બળતરા અને ખાંસીની તકલીફ થવા લાગી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયર બ્રિગેડની બે ટીમ સ્થળ ઉપર પહોંચી હતી.

બે લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ લોકોને થઈ હતી. બે લોકોને વધારે તકલીફ થતા સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ગેસના બાટલામાંથી લીકેજ બંધ કરવામાં આવ્યો હતો અને બાટલાને સાબરમતી નદીના ખુલ્લા પટમાં લઈ જઈ અને ત્યાં ખાલી કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આસપાસ માંથી પસાર થતા લોકોને ખૂબ જ તકલીફ પડી હતી હાલમાં બે લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ગેસ લીકેજ થવાના કારણે ચાર લોકો બેભાન ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે સરખેજ તલાવડી પાસે મહાલક્ષ્મી ટીમ ટ્રેડર્સ નામનું ગોડાઉન આવેલું છે જેમાં ક્લોરિન ગેસ લીકેજ થયો હતો.

પ્રહલાદ નગર ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી. ગેસ લીકેજ થવાના કારણે ચાર લોકો બેભાન જેવા થયા હતા જેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જીવના જોખમે ક્લોરિન ગેસને બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને સાબરમતી નદીના પટમાં લઈ જઈને નિકાલ કરવામાં આવ્યો છે.