રાજકોટ લીજ્જત પાપડ પાસે ગોકુલ ફરસાણની દુકાન તથા કટલેરીની દુકાનમાંથી ચોરી કરનાર એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ શહેરમાં વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ. ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા તથા ડી.પી.ઝાલા રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન દિપકભાઈ ચૌહાણ તથા પ્રદીપસિંહ જાડેજા તથા રાહુલભાઈ ગોહેલ તથા તુલસીભાઈ ચુડાસમા ને મળેલ હકીકત આધારે આજથી પ દિવસ પહેલા રાજકોટ શહેર કોઠારીયા રીંગ રોડ, લીજ્જત પાપડ પાસે ગોકુલ ફરસાણ નામની દુકાન તથા હુડકો શાકમાર્કેટ પાસે કટલેરીની દુકાન માંથી રોકડા રૂપીયા ની ચોરી કરનાર એક આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળ કિશોરોને રેષકોર્સ ગ્રાઉન્ડ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. વીકીભાઈ વેલસીભાઈ સેખલીયા ઉ.૨૯ રહે.ગારીયાધાર પચ્છેગામ રોડ તા.ગારીયાધાર જી.ભાવનગર. હ્યુન્ડાઈ વેન્યુ કાર રજીનં.GJ-14-BA-0106 કિ.5,00,000 કુલ કિ.૭,૮૫,૦૦૦ રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨), ૫૪ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


