રાજકોટ આજી વસાહતમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઇસમને પકડી પ્રોહીબીશનનો કેશ શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ શહેરમાં પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય, જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન જયરાજભાઈ કોટીલા તથા ધારાભાઈ વાનરીયા તથા પ્રદીપસિંહ ગોહીલ નાઓને મળેલ સંયુક્ત હક્કિત આધારે રાજકોટ આજીવસાહત, ખોડીયારનગર શેરીનં.૩૦ ના ખુણેથી આરોપીને પાર્સલ બોક્સમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પ્રફુલ ઉર્ફે દેવરાજ જયસુખભાઈ મકવાણા ઉ.૨૩ રહે.પીઠડ આઈ સોસાયટી શેરીનં.૧ માંડાડુંગર રાજકોટ. ઈંગ્લીશ દારૂની બોટલ-432 કિ.58,320 કુલ કિ.63,320 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


