રાજકોટના કોઠારિયા સોલવન્ટમાં રહેતો અને આયુષ હેરસ્ટાઇલ નામે હેર સલૂનની દુકાન ધરાવતો અતુલ ભરતભાઇ ચૌહાણ (ઉ.વ.36) સવારના 8 વાગ્યા આસપાસ પોતાની દુકાને હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયા તબીબે તપાસી હાર્ટએટેકથી મોત નીપજ્યાનુ જાહેર કર્યુ હતું. મૃતક યુવાન બે ભાઇ એક બહેનમાં નાનો અને અપરિણીત હોવાનું સામે આવ્યું છે.
જયારે બીજા બનાવમાં બેડી ગામે રહેતા અનીલભાઇ અમુભાઇ મકવાણા (ઉ.વ.40) પોતાના ઘરે હતા ત્યારે રાત્રીના સમયે હાર્ટ એટેક આવતા મોત નીપજ્યુ હતું. એકલવાયુ જીવન જીવતા અનિલ મકવાણાને સવારે તેનો મિત્ર જગાડવા જતા મૃત હાલતમાં મળી આવ્યો હતો હાલ પોલીસે ઉપરોકત બનાવ અંગે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
કુવાડવા રોડ પર ગોડાઉનમાં દરોડો 1000 લીટર ગેરકાયદે બાયોડીઝલ સાથે વૃદ્ધ ઝડપાયા રાજકોટ LCB ઝોન 1 ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કુવાડવા રોડ પર સાત હનુમાન સામે આવેલ કૈલાશ પેટ્રોલ પંપ પાસેના એક ગોડાઉનમાં ગેરકાયદેસર બાયોડીઝલ રાખી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેથી ગોડાઉન પર દરોડો પાડતા સ્થળ પરથી ગેલાભાઈ અરજણભાઈ ગમારા (ઉ.વ.70) મળી આવ્યા હતા.
પોલીસે સ્થળ પર ઊંડાણપૂર્વક તપાસ કરતા 200-200 લીટરની ક્ષમતા વાળા બ્લ્યુ કલરના 5 પ્લાસ્ટિકના બેરલમાંથી કુલ 1000 લીટર શંકાસ્પદ જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી (બાયોડીઝલ) મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત રૂ.85000 થાય છે.

