રાજકોટ જાગનાથ પ્લોટમાં કારમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમને પકડી પડતી ક્રાઈમ બ્રાન્ચ.
રાજકોટમાં પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એ.એસ.ચાવડા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અમિતકુમાર અગ્રાવત તથા ધારાભાઈ વાનરીયા તથા રાહુલભાઈ ગોહેલ નાઓને મળેલ સંયુક્ત હકીકત આધારે રાજકોટ યાજ્ઞીક રોડ, જાગનાથ પ્લોટ શેરીનં.૪૦ રોડ ઉપરથી આરોપીને કીયા કેરેન્સ કારમાંથી વિદેશી દારૂ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ધાર્મિક બાલકદાસ દેસાણી ઉ.૨૫ રહે.આટકોટ રોડ બસ સ્ટેશન પાછળ જસદણ જી.રાજકોટ. પ્રોહી કલમ-૬૫(ઇ), ૯૮(૨), ૧૧૬(બી) મુજબ કીયા કેરેન્સ કાર રજી.નં.GJ-01-WK-4044 કિ.10,00,000 કુલ કિ.13,13,400 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


