રાજકોટમાં વૃધ્ધ ખેડુતોને ઈનામની લોભામણી લાલચ આપી છેતરપીંડી કરતી ગેંગને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ વી.ડી.ડોડીયા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન દિપકભાઈ ચૌહાણ તથા રાહુલભાઈ ગોહેલ તથા પ્રદીપસિંહ જાડેજા તથા રાજેશભાઇ જળુ નાઓને મળેલ ચોક્કસ હકીકત આધારે રાજકોટ મહીકા ગામ, વાડી વિસ્તારમાં રહેતા વયોવૃધ્ધ ખેડુતોને ઈનામની લોભામણી લાલચ આપી ઈનામના કુપન સ્ક્રેચ કરાવી ધાક ધમકી તથા દબાણ કરી રોકડા રૂપીયા પડાવતી ગેંગના આરોપીઓને રાજકોટ રેષકોર્સ ગ્રાઉન્ડ, ફર્નવલ્ડ બાજુમાંથી પકડી પાડી આજીડેમ પોલીસ સ્ટેશનના છેતરપીંડી તથા ધાક ધમકી અંગેના બે ગુન્હાઓ ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) રમેશભાઇ વાહણભાઇ ચાવડીયા રહે.જયકિશાન સોસાયટી શાળાનં.૮૯ મોરબી રોડ રાજકોટ (૨) રૂપાભાઇ ટીડાભાઇ ચાવડીયા ઉ.૨૩ રહે.જયજવાન જયકિશાન સોસાયટી શાળાનં.૮૯ મોરબી રોડ રાજકોટ. (૩) હિતેષ ઉર્ફે રૂપેશ વાહણભાઇ ચાવડીયા ઉ.૧૯ રહે.જયજવાન જયકિશાન સોસાયટી શાળાનં.૮૯ મોરબી રોડ રાજકોટ (૪) હિન્દુભાઇ જાગાભાઇ વરૂ ઉ.૨૧, રહે.કોટડાનાયાણી તા.વાંકાનેર, જી.મોરબી (૫) ગોવિંદભાઇ ટીડાભાઇ ચાવડીયા ઉ.૨૫ રહે.જયજવાન જયકિશાન સોસાયટી શાળાનં.૮૯ મોરબી રોડ રાજકોટ. ઈકો કાર રજી.નં.GJ-03-NB-5044 કિ.૪,૦૦,૦૦૦ એક્સેસ મો.સા. રજી.નં.GJ-03-QB-0305 કિ.૭૦,૦૦૦ કુલ કિં.૫,૩૩,૯૦૦ BNS કલમ ૩૧૮(૪), ૩(૫), ૩૫૨, ૩૫૧(૨), ૩૦૮(૨) મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


