ધ્રોલ પોલીસે વાયર ચોરીનો ભેદ ઉકેલી પાંચ આરોપીઓને પકડ્યા છે. તેમની પાસેથી 2.25 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ ચોરી ધ્રોલના ખારવા-જાયવા રોડ પર થઈ હતી.
પાંચ મહિના પહેલા ધ્રોલના ખારવા ગામથી જાયવા ગામ તરફ જતા રસ્તા પરના ઇલેક્ટ્રિક પોલમાંથી આશરે 1200 મીટર લાંબો એલ્યુમિનિયમ વાયર ચોરાયો હતો. આ વાયરની કિંમત 54,375 રૂપિયા હતી. આ અંગે ગુનો નોંધાયો હતો. બાતમી મુજબ, ચોરી કરનાર ગેંગ સિલ્વર કલરની મારુતિ સુઝુકી સુપર કેરી ગાડીમાં જામનગરથી ધ્રોલ તરફ આવી રહી હતી.
પોલીસે વાંકિયા ગામ પાસે હાઈવે પર ગાડીને રોકી હતી. પોલીસે ગાડીમાંથી પાંચ આરોપીઓને પકડ્યા હતા. જેમાં જામનગરના કરણ મનોજભાઈ મકવાણા અને અશ્વિન ઉર્ફે સુકલિયો વિજયભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. ધ્રોલના અરવિંદ કિશોરભાઈ સોલંકી, કમલેશ ઉર્ફે રામ મગનભાઈ રાઠોડ અને વિશાલ ઉર્ફે બાડીયો કેશુભાઈ રાઠોડ પણ પકડાયા હતા.
આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી મારુતિ સુઝુકી સુપર કેરી ગાડી (GJ-10-TY-0186, કિંમત 2,25,000 રૂપિયા) અને લોખંડનું કટર (કિંમત 100 રૂપિયા) મળી કુલ 2,25,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

