Gujarat

દ્વારકા જિલ્લા ભાજપ યુવા મોરચાની બેઠક યોજાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ યુવા મોરચાની આગામી પ્રવૃત્તિઓ અને સંગઠનના કામ અંગે શ્રી દ્વારકેશ કમલમ્ ખાતે બેઠક યોજાઈ. બેઠકની અધ્યક્ષતા જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ વનરાજસિંહ વાઢેરે કરી હતી.

બેઠકમાં જિલ્લા યુવા મોરચાના પ્રભારી જયભાઈ ગજ્જર, આનંદભાઈ હરખાણી, મહામંત્રી અક્ષયભાઈ બારાઈ, ચિંતનભાઈ ખાણધર અને દિનેશભાઈ બેલા હાજર રહ્યા હતા. જિલ્લાના વિવિધ મંડળોના પ્રમુખો, મહામંત્રીઓ અને યુવા મોરચાના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આગામી કાર્યક્રમોનું આયોજન, યુવાનોની ભાગીદારી વધારવા અને સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા થઈ હતી. પક્ષના વિચારો અને જનકલ્યાણનાં કામ યુવાનો સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.