Gujarat

રાજ્યની 17,000 શાળાઓના હિતમાં જુનાગઢમાં ઉગ્ર રજૂઆત‎

રાજ્યભરની 17,000 કરતાં પણ વધુ સ્વનિર્ભર શાળાઓ અને સંચાલકોના લાંબા સમયથી અણઉકેલાયેલા પ્રશ્નો અંગે જૂનાગઢ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સ્થાનિક ધારાસભ્ય, કલેક્ટર તેમજ જિલ્લા શિક્ષણાધિકારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સંચાલક મંડળે ચીમકી આપી છે કે જો આ પડતર પ્રશ્નોનું વહેલી તકે સકારાત્મક નિરાકરણ લાવવામાં નહીં આવે, તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલ થશે. રાજ્યના શિક્ષણ ક્ષેત્રે 60 ટકાથી વધુ ફાળો આપતી ખાનગી શાળાઓના સંચાલકોએ FRC પ્રક્રિયાનું સરળીકરણ કરવાની માંગ કરી છે. 10 ટકાથી ઓછો ફી વધારો કરતી શાળાઓને સોગંદનામા અને દરખાસ્તમાંથી મુક્તિ આપવાથી 90 ટકા શાળાઓને રાહત મળશે અને સરકારી કચેરીઓનું ભારણ પણ ઘટશે.