Gujarat

લાલપુરમાં J.D. કો-ઓપરેટિવ બેંક દ્વારા નાણાકીય સાક્ષરતા કેમ્પ યોજાયો

જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા લાલપુરમાં નાણાકીય સાક્ષરતા માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો. નાબાર્ડના ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન ફંડના સહયોગથી આ કેમ્પનો હેતુ ગ્રામીણ અને સહકારી ક્ષેત્રના લોકોને નાણાકીય વ્યવહારો, બેંકિંગ યોજનાઓ અને ડિજિટલ સાક્ષરતા અંગે માર્ગદર્શન આપવાનો હતો.

આ પ્રસંગે સહકાર ક્ષેત્રના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના લાલપુર બ્રાંચ મેનેજર દિગુભા જાડેજા, પૂર્વ મેનેજર હસમુખભાઈ પંડ્યા, પૂર્વ કેશિયર રાજુભાઈ પુરોહિત, મંત્રી અને ઓડિટર ડાડુભાઇ લુવા ઉપસ્થિત રહ્યા.આ ઉપરાંત, લાલપુરના પૂર્વ સરપંચ સમીરભાઈ ભેસદળીયા, લાલપુર સહકારી મંડળીના પ્રમુખ પોલાભાઈ ફળદુ અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અરશીભાઈ કરંગીયા પણ હાજર રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન હાજર મહાનુભાવોએ લોકોને નાણાકીય વ્યવહારો અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે બાળકોને અલ્પાહાર કરાવીને તેનું સફળતાપૂર્વક સમાપન કરાયું.