જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં મોટુ ફળી પાસે આવેલી શિવશક્તિ ફૂટવેરની દુકાનમાં શોર્ટસર્કિટથી આગ લાગી છે. દુકાનમાં રાખેલા બુટ-ચંપલના જથ્થાને નુકસાન થયું હતું. સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ એક ફાયર ટેન્ડર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી.
દુકાનના માલિક વિરાનદાસ હરજાણીને અંદાજે 10 હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. બર્ધન ચોકનો આ વિસ્તાર ગીચ વેપારી અને રહેણાક વિસ્તાર છે. ફાયર બ્રિગેડે સમયસર આગ કાબૂમાં લેતા આસપાસની દુકાનો અને રહેણાક મકાનો સુધી આગ ફેલાતી અટકી હતી.

