બારડોલી RTO કચેરી ટુ-વ્હીલર, ફોર-વ્હીલર, ટ્રાન્સપોર્ટ, કન્સ્ટ્રક્શન અને ઓટો રિક્ષા માટેની નવી નંબર સિરીઝની ઈ-હરાજી કરશે. રજિસ્ટ્રેશન 27થી 29 નવેમ્બર સુધી કરી શકાશે. ઓનલાઈન હરાજી 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ચાલશે. ટુ-વ્હીલર માટે GJ19BN, GJ19BM, GJ19BP, GJ19BQ, GJ19BS, GJ19BK, GJ19BL, GJ19DA અને GJ19DB સિરીઝ છે. ફોર-વ્હીલર (LMV) માટે GJ19BR, GJ19BJ, GJ19CA અને GJ19CB સિરીઝ રાખવામાં આવી છે.
ટ્રાન્સપોર્ટ કેટેગરી માટે GJ19Y, GJ19Z અને GJ19X; કન્સ્ટ્રક્શન પ્રકારનાં વાહનોની અન્ય કેટેગરી માટે GJ19H; અને 3W ઓટો રિક્ષા માટે GJ19WB સિરીઝની હરાજી થશે.
પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહનમાલિકોએ https://fancy.parivahan.gov.in/fancy/faces/public/login.xhtml પર રજિસ્ટ્રેશન કરાવી યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. ત્યાર બાદ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરીની સૂચના મુજબ હરાજીમાં ભાગ લઈ શકાશે. પસંદગીના નંબર માટેની અરજી સેલ ઇનવોઈસ અથવા વીમાની તારીખમાંથી જે તારીખ વહેલી હોય, તેનાથી 7 દિવસમાં કરવાની રહેશે. અરજી 60 દિવસ સુધી માન્ય રહેશે.
જો આ સમયગાળામાં અરજદારને પસંદગીનો નંબર ન મળે અથવા ઉપલબ્ધ નંબરમાંથી પસંદગીનો નંબર ફાળવી ન શકાય, તો અરજીના 60મા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવશે. આ ફાળવણી સામે અરજદાર વાંધો લઈ શકશે નહીં, એમ બારડોલીના પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીએ જણાવ્યું હતું.

