જામનગરમાં પૂર્વ આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર લવજીભાઈ વાદીના 75માં જન્મવર્ષ (અમૃત મહોત્સવ) નિમિત્તે એક ‘ગુરુ વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે લવજીભાઈએ 60 વર્ષ પહેલાં જેમની પાસેથી શિક્ષણ મેળવ્યું હતું, તેવા તેમના ગુરુજનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન લવજીભાઈ વાદીએ પોતાના 60 વર્ષ જૂના ગુરુઓ જેવા કે 92 વર્ષીય લાલજીભાઈ ધામેચા, કરસનભાઈ ડાંગર, દેવરાજભાઈ જરૂ, મનહરભાઈ ફોફરીયા અને મનોજભાઈ ચાવડીયાનું સન્માન કર્યું હતું. તેમને શાલ ઓઢાડી, મોમેન્ટો, પુષ્પગુચ્છ અને દ્રવ્ય અર્પણ કરીને ભાવપૂર્વક પૂજન-સન્માન કરવામાં આવ્યું હતું. ગુરુ-શિષ્યના આ પવિત્ર મિલનને જોઈને ઉપસ્થિત સૌ કોઈ ભાવવિભોર બન્યા હતા.
આ પ્રસંગે શિક્ષણ જગત અને સામાજિક ક્ષેત્રના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સંકુલ સંયોજકો સુરસંગભાઈ ચૌહાણ, ધર્મેન્દ્રભાઈ સરડવા, રમેશભાઈ ભટ્ટ, હિતેન્દ્રભાઈ આચાર્ય, એ.પી. અમૃતિયા, પ્રભુભાઈ ચાંદ્રા, સી.પી. વસોયા અને જગમાલભાઈ ભેટારીયાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, કેળવણી પરિષદના દિલીપભાઈ આશર, ભગવાનજીભાઈ કાનાણી, ખોડલધામના ટ્રસ્ટી નાથાભાઈ મુંગરા, લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા અને કડવા પટેલ સમાજના પ્રમુખ લાલજીભાઈ કાનાણી વગેરે મહાનુભાવોને પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, ગાંધીનગરના પૂર્વ નાયબ નિયામક (ગુ.સ.) ધર્મેન્દ્રભાઈ સરડવા, પૂર્વ જિલ્લા રજીસ્ટ્રાર મોલિયા અને વિમલભાઈ કગથરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી વી.બી. ભેંસદડિયા, ગુરુ દોસ્તભાઈ અને જામનગરના સાંસદ પૂનમબેન માડમ તરફથી કાર્યક્રમની સફળતા માટે શુભ સંદેશાઓ પાઠવવામાં આવ્યા હતા

.આ ગુરુ વંદના મહોત્સવમાં જામનગર જિલ્લાના મોટી સંખ્યામાં આચાર્યઓ અને શિક્ષકોએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઘનશ્યામભાઈ અજુડિયા અને સી.પી. વસોયા દ્વારા કરવામાં આવ્યું હતું.

