Gujarat

રાજકોટ શહેરમાં IOC ના 7 પેટ્રોલ પંપ બંધ યુધ્ધ વચ્ચે પેટ્રોલ – ડિઝલની સપ્લાય ચેનમાં મૂશ્કેલી

ઇઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રાજકોટમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો રેગ્યુલર પૂરો પાડવા માટે પેટ્રોલ – ડીઝલ ડીલર એસોસિએશન દ્વારા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરી હતી. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના 1000 થી વધુ પેટ્રોલ પંપના પ્રતિનિધિઓએ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો પૂરો પાડવા માટેની માંગ કરવામાં આવી હતી.

આ વચ્ચે રાજકોટ શહેરમાં IOC ના 7 પંપ તેમજ નાયરા અને રિલાયન્સના પંપ બંધ હોવાનું જાહેર થયુ છે. રજાઓને કારણે સપ્લાય ચેનમાં થોડી સમસ્યા થઈ હોવાનું સામે આવ્યું છે જોકે એક અઠવાડિયામાં પરિસ્થિતિ પૂર્વવત થઈ જશે તેવી ખાતરી મળતા એસોસિએશનના પ્રતિનિધિઓએ લોકોને કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવાની અપીલ કરી છે.

લોકોને ચિંતા ન કરવા એસોસિયેશનની અપીલ

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીઝલ ડીલર એસોસિએશનના સેક્રેટરી ધીમંત ઘેલાણીએ જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર – કચ્છમાં IOC સાથે સંકળાયેલા 1000 થી વધુ પેટ્રોલ પંપ છે. જ્યાંથી પેટ્રોલ અને ડીઝલનો રેગ્યુલર જથ્થો મળતો નથી. જે મામલે એસોસિએશન દ્વારા આઈ.ઓ.સી કંપની ખાતે રજૂઆત કરવા આવ્યા છીએ. આઈ.ઓ.સી. અધિકારીઓને રેગ્યુલર જથ્થો મળતો રહે તે માટે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. જોકે હાલ કોઈ પણ પ્રકારની અછત નથી.

એક સાથે એક ડીલર 20000 લિટર પેટ્રોલ કે ડીઝલનો જથ્થો ન ઉપાડી શકે તો બે ડીલર જથ્થો ઉપાડી શકશે. જોકે સપ્લાય મળતી રહેશે જેથી કોઈને પણ તકલીફ પડવા નહીં દે તેવી ખાતરી આપવામાં આવી છે. અગાઉ જેબ બ્લોકેજ હતા તે દૂર કરવામાં આવ્યા છે હવે કોઈ બ્લોકેજ નથી. ડીલરો પોતાની જરૂરિયાત પ્રમાણે માલ મંગાવી શકશે. જે કંઈ પણ પ્રોબ્લેમ થયો છે તે રજાને કારણે થયું છે અને આગામી આઠ દિવસમાં તે ક્લિયર થઈ જશે.