Gujarat

વાંકાનેરમાં ‘મારું વાંકાનેર સ્વચ્છ વાંકાનેર’ સંકલ્પ લેવાયો

શ્રી એચ.એન. દોશી આર્ટસ અને આર.એન. દોશી કોમર્સ કોલેજ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત એક સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના N.S.S. એકમના વિદ્યાર્થીઓએ “સ્વચ્છતા તરફ એક કદમ” નારા સાથે આ રેલી કાઢી હતી.

આ રેલીમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. વાય.એમ. ચુડાસમા, N.S.S. ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર ડો. મયુર જાની, તેમજ ડો. ઉર્મિલાબેન પટેલ, ડો. અર્ચના પરમાર, ડો. જીગર નૈયા, પ્રો. ધવલ દાવડા, ડો. કોમલબેન કાલિયા, પ્રો. ખ્યાતિ ત્રિવેદી, પ્રો. હેતલ ખીમસુરીયા સહિત સમગ્ર સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. સૌએ સાથે મળીને સ્વચ્છતાના નારા લગાવ્યા હતા.

આ પ્રસંગે વિદ્યાર્થીઓએ “મારું વાંકાનેર સ્વચ્છ વાંકાનેર” નો સંકલ્પ લીધો હતો. આ સંકલ્પ દ્વારા શહેરને સ્વચ્છ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. રેલીનું સમગ્ર સંકલન અને સંચાલન N.S.S. કોર્ડીનેટર ડો. મયુર જાની દ્વારા કરવામાં આવ્યું હતું.