Gujarat

ભારત અને ઈંગ્લેન્ડની અંડર-19 મહિલા ટીમ વચ્ચે 26 નવેમ્બરથી 5 મેચની T20 સિરીઝ રમાશે

આગામી જાન્યુઆરી 2027માં યોજાનારા ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની પૂર્વતૈયારીના ભાગરૂપે ભારત અને ઈંગ્લેન્ડની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે ગુજરાતના આંગણે હાઈ-વોલ્ટેજ જંગ જામવા જઈ રહ્યો છે. BCCI દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, આગામી 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન બંને દેશો વચ્ચે 5 મેચની T20 સિરીઝ રમાશે, જેની પ્રથમ બે મેચની યજમાની વડોદરાને અને અંતિમ ત્રણ મેચની યજમાની સુરતને મળી છે. ભાવિકા આહિરેના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા મેદાને ઉતરશે.

સિરીઝ માટે 15 સભ્યોની મજબૂત ભારતીય ટીમની જાહેરાત BCCI ની મહિલા પસંદગી સમિતિએ આ સિરીઝ માટે 15 સભ્યોની મજબૂત ભારતીય ટીમની જાહેરાત કરી છે. વિકેટકીપર-બેટર ભાવિકા આહિરેને ટીમની કમાન (કેપ્ટન) સોંપવામાં આવી છે, જ્યારે અનાદી તાગડે વાઇસ-કેપ્ટનની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત WPL સ્ટાર ઉમા કાશ્વી અને દિયા યાદવ સહિતના પ્રતિભાશાળી ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે. પ્રથમ T20: 26 નવેમ્બર (ગુરુવાર) સાંજે 6 વાગ્યે, વડોદરા કોટંબી સ્ટેડિયમ ખાતે રમાશે.

બે મેચ વડોદરામાં અને ત્રણ મેચ સુરત ખાતે રમાશે બીજી T20: 28 નવેમ્બર વડોદરા કોટંબી સ્ટેડિયમ રમાશે. બાકીની ત્રણ મેચ સુરત ખાતે યોજાશે, ત્યારે આજે વડોદરા એરપોર્ટ ખાતે ભારતીય અંડર-19 મહિલા ટીમની ભાવિકા આહિરે (કેપ્ટન અને વિકેટકીપર), અનાદી તાગડે (વાઇસ-કેપ્ટન), ઇરા જાધવ, નિધિ મહતો, પૂર્વા સિવાચ, મહેક નરવાસે, મૈત્રી મણિયાર, ઈશ્વરી અવસરે, દિયા યાદવ, શ્રેયા એસ. ચવ્હાણ (વિકેટકીપર), સમાયરા રાઘવ, કુમારી પલક, ઉમા કાશ્વી, અક્ષહ પરમાર અને પલક સિંહ આવી પહોંચી હતી.