હવામાન વિભાગે 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી જસદણમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ આગાહીને પગલે જસદણ બજાર સમિતિએ ખેડૂતો, વેપારીઓ અને યાર્ડ સાથે જોડાયેલા લોકોને તકેદારી રાખવા કહ્યું છે.
ગાંધીનગરના નિયામકના પત્રની સૂચના મુજબ, યાર્ડમાં આવતી તમામ ખેતપેદાશો શેડમાં ઉતારવાની રહેશે. ખેડૂતોએ ખેતપેદાશો ઢાંકીને અને તેને ઢાંકવાની પૂરતી વ્યવસ્થા સાથે યાર્ડમાં લાવવાની રહેશે. વેપારીઓએ ખરીદેલો માલ અને યાર્ડમાં પડેલો બાકી માલ ઉપડાવી લેવા બજાર સમિતિએ અનુરોધ કર્યો છે.હવામાન અને યાર્ડની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં વિવિધ ખેતપેદાશોની હરાજી થશે.

