જામનગરમાં આદર્શ ક્લબ દ્વારા રામડેરી હોલ ખાતે ઓપન જામનગર લેડીસ કરાઓકે સિંગિંગ કોમ્પિટિશન યોજાઈ હતી. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ મહિલા પ્રતિભાઓને સંગીતના માધ્યમથી મંચ અને પ્રોત્સાહન આપવાનો હતો.
આ સ્પર્ધામાં કુલ 15 મહિલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધકોએ પોતાના મધુર સ્વરથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સ્પર્ધામાં યસ્વી ઘેડીયા ‘પ્રિન્સેસ’ પ્રથમ વિજેતા બન્યા હતા. જેનીફર આંબલીયા રનર-અપ અને અલ્કાબેન મહેતા સેકન્ડ રનર-અપ રહ્યા હતા.

આદર્શ ક્લબ દ્વારા પ્રથમ પાંચ વિજેતાઓને ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ઉમદા કલાકારોએ ભાગ લીધો હોવાથી નિર્ણાયકોએ વધુ ત્રણ સ્પર્ધકોને પણ પ્રોત્સાહનરૂપે ઇનામ આપ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ભાગીદારી બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. ભક્તિબેન મજીઠીયા, ચારૂલતાબેન શાહ અને એડવોકેટ શીતલબેન ખેતીયાએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી.

