Gujarat

શરદ પૂર્ણિમાએ બહુચરાજીથી શંખલપુર જશે માતાજીની પાલખી

આજે શરદ પૂર્ણિમાએ બહુચરાજીમાં માતાજીની પાલખી યાત્રા નીકળશે. રાત્રે 9:30 કલાકે મંદિરેથી શાહી સવારી શંખલપુર માટે રવાના થશે. બહુચરાજીથી શંખલપુર સુધીની આ પાલખી યાત્રા વર્ષો જૂની પરંપરા છે. ગાયકવાડ શાસનકાળથી આ યાત્રા આસો અને ચૈત્ર મહિનાની પૂનમે યોજાય છે.

મંદિર વહીવટી તંત્રએ પાલખી યાત્રા વિશે માહિતી આપી છે. રાત્રે 9:30 કલાકે પોલીસના ગાર્ડ ઓફ ઓનર સાથે પાલખી શંખલપુર જશે. ત્યાં બંને મંદિરોના પૂજારીઓ પૂજા કરશે. પાલખી મોડી રાત્રે બહુચરાજીના નિજમંદિરે પાછી ફરશે.

શરદ પૂર્ણિમાએ બહુચરાજી મંદિરમાં સવારથી જ દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. 52 ગજની ધજાઓ સાથે પગપાળા આવતા ભક્તોના સંઘે ચાચર ચોકમાં પ્રવેશ કર્યો. મંદિર પરિસરમાં માતાજીના જયઘોષ ગુંજી ઉઠ્યા.