મહેસાણા જિલ્લાના વડનગરમાં ખ્યાતનામ ગાયનેક ડૉક્ટરને ટાર્ગેટ બનાવીને સોશિયલ મીડિયા પર AI જનરેટેડ બનાવટી પોસ્ટ વાયરલ કરવાની ધમકી આપી ₹ 10 લાખની ખંડણી માંગવાના પ્રકરણમાં વડનગર પોલીસ સ્ટેશને ચાર અલગ-અલગ મોબાઈલ નંબર અને શંકાસ્પદ શખસ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
મહિલા દર્દી પ્રસૂતિના દુખાવા માટે સારવારમાં માટે આવી હતી વડનગરની ભાવના હોસ્પિટલ ખાતે સેવા આપતા અને છેલ્લા 30 વર્ષથી ગાયનેક ડૉક્ટર તરીકે ફરજ બજાવતા ડૉ. પ્રદીપ રણછોડભાઈ ઓઝાની હોસ્પિટલમાં 2 ઓક્ટોબર 2026ના રોજ સાંજના સુમારે મહિલા દર્દી પ્રસૂતિના દુખાવા સાથે સારવાર અર્થે આવ્યા હતા. તબીબી તપાસ દરમિયાન ગર્ભસ્થ બાળક મૃત હોવાનું અને કેસની ગંભીરતા જણાઈ આવતા ડૉક્ટરે તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરી હતી. સારવાર દરમિયાન બીજા દિવસે સવારે મૃત બાળકની નોર્મલ ડિલિવરી થઈ હતી.
દર્દી 18 વર્ષથી નાની હોવાથી જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરી દરમિયાન સગા-સંબંધીઓ દ્વારા મોડા મોકલાયેલા આધારકાર્ડની વિગતો ચકાસતાં દર્દી મહિલાની ઉંમર 18 વર્ષથી ઓછી એટલે કે સગીર હોવાનું માલૂમ પડ્યું હતું. આ હકીકત સામે આવતા જ તબીબે નિયમોનુસાર વડનગર તાલુકા હેલ્થ ઓફિસર તેમજ જિલ્લા આરોગ્ય વિભાગને ફોન અને ઈમેઈલ મારફતે ત્વરિત જાણ કરી દીધી હતી.
કેટલાક શખસોએ ફોન, વોટ્સએપથી બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું આ બાબતની રેર અને સંવેદનશીલ માહિતીનો ગેરલાભ ઉઠાવીને 3જી ઓક્ટોબર 2026ના રોજ બપોરથી સાંજના સમયગાળા દરમિયાન કેટલાક શંકાસ્પદ ઈસમોએ ફોન અને વોટ્સએપના માધ્યમથી ડૉક્ટરને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. મોબાઈલ નંબર 9313431704 તથા 8000007623ના માધ્યમથી સગીર વયની ડિલિવરી બાબતની AI જનરેટેડ બનાવટી અને બદનામ કરતી પોસ્ટ મોકલી ડરાવવામાં આવ્યા હતા.

