Gujarat

MGVCLએ GAIL વડોદરા પ્લાન્ટનો વીજળી પુરવઠો કાપવાની વાત કરી

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની માલિકીની વીજ વિતરણ કંપની MGVCLને GAIL ઇન્ડિયા લિમિટેડના વડોદરા પ્લાન્ટનો વીજ પુરવઠો કાપતા રોકી દીધી છે. જેનાથી ઉત્તર ભારતમાં ઉર્જા સંકટ વધુ ઘેરાવાની શક્યતા ટળી ગઈ છે.

હાઇકોર્ટે MGVCLને નિર્દેશ આપ્યો હતો કે અરજદાર કંપનીને જે વીજ પુરવઠો અત્યારે આપવામાં આવી રહ્યો છે, તેને 02 અઠવાડિયા સુધી કાપવામાં ન આવે અને અરજદાર કંપની આ નિર્ધારિત સમય મર્યાદામાં અપીલ દાખલ કરે. હાઈકોર્ટે આ હસ્તક્ષેપ ત્યારે કર્યો જ્યારે GAILના વકીલ રજૂઆત કરી કે ગેઇલ તેના વડોદરા પ્લાન્ટથી સમગ્ર ઉત્તર ભારતમાં કુદરતી ગેસ પૂરો પાડે છે, અને જો વીજ પુરવઠો કાપી નાખવામાં આવે તો ઉત્તર ભારતમાં ગેસ સપ્લાય ખોરવાઈ શકે છે.

ગેઇલે એપેલેટ ઓથોરિટી સમક્ષ MGVCLના નિર્ણય વિરુદ્ધ અપીલ દાખલ કરવા માટે પોતાની પિટિશન પાછી ખેંચી લીધી હોવા છતાં, હાઈકોર્ટે MGVCLના પગલાં પર સ્ટે આપ્યો હતો.

સોલાર પાવર પ્લાન્ટ સામે MGVCLએ વાંધો ઉઠાવ્યો હતો ગેઇલે MGVCL અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીની મંજૂરીઓ સાથે 2018થી સોલાર પાવર પ્લાન્ટ સ્થાપ્યો હતો અને તે કાર્યરત હતો. કંપનીએ હાલના પાવર પ્લાન્ટની ક્ષમતામાં 770 કિલોવોટનો વધારો કરવાનો નિર્ણય લીધો અને તેના માટે જરૂરી મંજૂરીઓ પણ મેળવી લીધી હતી.

માર્ચ મહિનામાં, MGVCLએ વાંધો ઉઠાવ્યો હતો કે આ પાવર પ્લાન્ટ મીટરિંગ એગ્રીમેન્ટ વિના ચાલી રહ્યો છે અને નુકસાનીનું મૂલ્યાંકન કરીને ગેઇલ પાસેથી આશરે 03 કરોડની વસૂલાત માંગી હતી.