ગોંડલમાં વીજ ગ્રાહકોની સમસ્યાઓના ઝડપી નિરાકરણ અને સેવાઓમાં સુધારો કરવા માટે PGVCLના ઉપક્રમે ભગવતપરા પેટા વિભાગ (સબ ડિવિઝન) કચેરી શરૂ કરવામાં આવી છે.
આ નવી ઓફિસ ભોજરાજપરા માર્ગ નંબર 13 અને શેરી નંબર 16 ના ખૂણે આવેલી જૂની GEB ઓફિસ ખાતે કાર્યરત થઈ છે. પ્રથમ તબક્કે આ સબ ડિવિઝનમાં 22,700 જેટલા વીજ ગ્રાહકોનો સમાવેશ કરવામાં આવ્યો છેકચેરીનું ઉદ્ઘાટન લાઇન ઇન્સ્પેક્ટર આર.આર. વસાવા અને ડેપ્યુટી ઇજનેર બી .ડી. બારોટના હસ્તે કરવામાં આવ્યું હતું.
શહેરના આ વિસ્તારોના લોકોને મળશે ઝડપી ન્યાય આ નવા ભગવતપરા સબ ડિવિઝનમાં ગોંડલ શહેરના અનેક વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં કોટડા સાંગાણી રોડ, રઘુવીર સોસાયટી, રોયલ પાર્ક, એસઆરપી પોલીસ લાઇન, સુખનાથ નગર અને ભગવતપરા વિસ્તારનો સમાવેશ થાય છે.
આ સાથે જ વાછરા રોડ, સિવિલ હોસ્પિટલ ચોકથી સેન્ટ્રલ સિનેમા ચોક સુધીની લાઇન પણ આ કચેરી હેઠળ આવશે, જેમાં ટાઉન હોલ, નાગરિક બેન્ક, માંડવી ચોક પોલીસ ચોકી, કડિયા લાઇન અને SBI બેન્કનો સમાવેશ થાય છે.તેમજ આંબેડકર ચોકથી ગુંદાળા દરવાજા (ડાબી બાજુ) સુધીની તમામ નાની-મોટી બજારો, પાંજરાપોળ, ચોરડી દરવાજા, ગુંદાળા શેરી, વોરા શેરી, ડેરા શેરી, વચલી શેરી અને સરવૈયા શેરીનો પણ સમાવેશ કરાયો છે.
આ ઉપરાંત ઉદ્યોગભારતી ચોકથી સાંઢીયા પુલ (ડાબી બાજુ) સુધીનો સાઇડિંગ રોડ, ભોજરાજપરા, ખાઈના કાંઠા, મેલડી માતાજી મંદિર પાછળની સોસાયટી, શંકર વાડી, વોરા કોટડા રોડની તમામ સોસાયટીઓ, આવાસ, સબ જેલ, દાસીજીવણ પાર્ટી પ્લોટ પાછળનો વિસ્તાર, આવકાર સોસાયટી અને 220 કે.વી. પાછળ આવેલી તમામ સોસાયટીઓ આ નવી કચેરીમાં આવરી લેવામાં આવી છે.

