મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના સભ્યશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ
ગુજરાત વિધાન સભાની ઉમરેઠ બેઠકની તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં નવા ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારે ગાંધીનગર ખાતે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સમક્ષ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા.
આ શપથ વિધિ સમારોહમાં વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુકલ,વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સહિત રાજ્ય મંત્રી મંડળના મંત્રીશ્રીઓ તેમજ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

