રાજકોટ ગ્રામ્યના લીસ્ટેડ બુટલેગરને પાસા અધિનીયમ મુજબ અટકાયત કરતી PCB શાખા.
રાજકોટ શહેરમાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા તેમજ પ્રોહીબીશનની આવી પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય, અગાઉ ઇંગ્લીશ દારૂના ગુન્હાઓમાં પકડાયેલ બાબર ઉર્ફે સલીમ હાજીઇસ્માઇલભાઇ ખુરેશી ની ગુન્હાહીત પ્રવૃતિ અટકાવવા માટે તેના ઉપર અસરકારક અટકાયતી પગલા લેવા જરૂરી હોય, PCB P.I એમ.આર.ગોંડલીયા નાઓએ ઇસમની પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા રાજકોટ પોલીસ કમિશનર દ્રારા ઇસમની ગુન્હાહીત પ્રવૃતિ તથા ગુન્હા ધ્યાને લઇ પાસા અધિનીયમ હેઠળ અટકાયત કરવા ઇસમને પાસા હેઠળ અટકાયતમાં લઇ પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે. બાબર ઉર્ફે સલીમ હાજીઇસ્માઇલભાઇ ખુરેશી ઉ.૪૩ રહે.ચકલા ચોક ચીસ્તીયા મસ્જીદ વાળી શેરી ધોરાજી તાલુકો-ધોરાજી જીલ્લો-રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


