Gujarat

ઉપલેટામાં પીએમ કિસાન અને એકતા દિવસની બેઠક યોજાઈ

ઉપલેટા તાલુકા પંચાયત કચેરી ખાતે આગામી તા. ૩૦ અને ૩૧ ઓક્ટોબરના રોજ યોજાનાર ‘પીએમ કિસાન સન્માન નિધિ’ કાર્યક્રમ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીને સફળ બનાવવા માટે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.​

આ બેઠકમાં ધોરાજી-ઉપલેટા વિધાનસભાના ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયા, ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ રવિ વીરડા, જિલ્લા પંચાયતના સદસ્ય, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અલ્પેશ વોરા, ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા સહિતનાઓની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક નગરપાલિકાના સદસ્યો, વિવિધ એસોસિએશનના હોદ્દેદારો અને અનેક જ્ઞાતિ સમાજના પ્રમુખો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

​બેઠકમાં બંને મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. તા. ૩૦ ઓક્ટોબરના રોજ પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત ખેડૂતોનેલક્ષી આયોજનો અને તા. ૩૧ ઓક્ટોબરના રોજ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિની ભવ્ય ઉજવણી કરવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ અગ્રણીઓ અને સમાજ પ્રમુખોને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી હતી.