Gujarat

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો ૨ દિવસીય ગુજરાત પ્રવાશે

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ૧૩ અને ૧૪ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન ગુજરાતની મહત્વપૂર્ણ મુલાકાતે આવી રહ્યા છે. આ બે દિવસ દરમિયાન તેઓ શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સમરસતા સાથે જાેડાયેલા ત્રણ મોટા કાર્યક્રમોમાં ભાગ લેશે, જેને લઈને રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિના આગમનને પગલે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે તેમજ કાર્યક્રમ સ્થળોએ વિશેષ વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે.

૧૩ એપ્રિલના રોજ રાષ્ટ્રપતિ રાજકોટ ખાતે આવેલી છૈંૈંસ્જી રાજકોટના પ્રથમ પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ પ્રસંગે તેઓ વિદ્યાર્થીઓને પદવી પ્રદાન કરશે અને આરોગ્ય ક્ષેત્રમાં સેવા આપવાની પ્રેરણા આપશે. છૈંૈંસ્જી રાજકોટ માટે આ પ્રથમ કન્વોકેશન ઐતિહાસિક ગણાશે, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી, ડોક્ટર અને અધિકારીઓ હાજર રહેશે.

૧૪ એપ્રિલે, બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગરના લોક ભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને સમાજમાં સમાનતા, ન્યાય અને ભાઈચારો વધારવાના સંદેશ સાથે સંબોધન કરશે.આ પ્રસંગે વિવિધ સમાજના પ્રતિનિધિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તે જ દિવસે રાષ્ટ્રપતિ ગાંધીનગર ખાતે આવેલી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના પાંચમા પદવીદાન સમારોહમાં પણ હાજરી આપશે.

અહીં તેઓ રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રમાં અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરશે અને દેશસેવામાં તેમના યોગદાન માટે પ્રેરણા આપશે.રાષ્ટ્રપતિના આ પ્રવાસને લઈને રાજકોટ અને ગાંધીનગરમાં ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા બંદોબસ્ત અને પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. રાજ્ય માટે આ મુલાકાત ગૌરવપૂર્ણ અને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.