પશ્ચિમ રેલવે દ્વારા આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે રાજકોટ અને બરૌની વચ્ચે 4-4 ફેરા માટે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રેન નંબર 09569 રાજકોટ-બરૌની સ્પેશિયલ 05 નવેમ્બર 2026 થી 26 નવેમ્બર 2026 સુધી દર ગુરુવારે રાજકોટથી 17.00 કલાકે ઉપડી ત્રીજા દિવસે 09.15 કલાકે બરૌની પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09570 બરૌની-રાજકોટ સ્પેશિયલ 07 નવેમ્બર 2026 થી 28 નવેમ્બર 2026 સુધી દર શનિવારે બરૌનીથી 22.00 કલાકે પ્રસ્થાન કરી ત્રીજા દિવસે 14.30 કલાકે રાજકોટ પરત આવશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સેકન્ડ સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે.

આ ટ્રેન માર્ગમાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ, ભરતપુર, ઈદગાહ, ટુંડલા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, પ્રયાગ જંક્શન, ફૂલપુર, જંઘઈ, જૌનપુર, ઔડિહાર, ગાઝીપુર સિટી, બલિયા, છપરા, સોનપુર અને હાજીપુર સહિતના સ્ટેશનો પર રોકાણ કરશે. ટ્રેન નંબર 09569 માટેનું એડવાન્સ બુકિંગ 4 નવેમ્બર, 2026 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC ની વેબસાઇટ પર શરૂ થશે. મુસાફરો સમય, સ્ટોપેજ અને સંરચનાની વધુ માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

