Gujarat

પડાણા ગામે RCC રોડનું ખાતમુહૂર્ત કરાયું

જામનગર જિલ્લાના પડાણા ગામમાં RCC રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ગામમાં માળખાકીય સુવિધા વધારવા અને ગ્રામજનોની અવરજવર સરળ બનાવવા આ કામ શરૂ કરાયું છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય પ્રદ્યુમનસિંહ ઝાલા, જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય ગુવુભા જાડેજા અને પડાણા ગામના સરપંચ મુન્નાભાઈ જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા.

‘ગામનો વિકાસ અને જનતાની સુખાકારી એ જ અમારો સંકલ્પ’ના ધ્યેય સાથે ગામનાં વિકાસનાં કામ આગળ ધપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.