Gujarat

લાલપુરમાં સરદાર પટેલની જન્મજયંતીએ એકતા રેલી યોજાઈ

જામનગર જિલ્લાના લાલપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે એકતા રેલી યોજાઈ હતી. રેલીમાં રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.રેલીનો પ્રારંભ લાલપુરની વીર સાવરકર વિદ્યાલયથી થયો હતો. તેમાં અધિકારીઓ, ભાજપના આગેવાનો, ગ્રામજનો, ગ્રામ પંચાયતના સભ્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.

રેલી સરદાર પટેલની પ્રતિમા સુધી પહોંચી હતી. ત્યાં ઉપસ્થિત લોકોએ પ્રતિમાને ફૂલ અર્પણ કરી વંદન કર્યું હતું.આ પ્રસંગે પ્રાંત અધિકારી અસસવાર, ડેપ્યુટી કલેક્ટર બારડ, મામલતદાર પરમાર, લાલપુરના સરપંચ જયેશભાઈ તેરૈયા, તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાગીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હીરજીભાઈ ચાવડા અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અરશીભાઈ કરગીયા હાજર રહ્યા હતા.

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વર્ષાબેન માકડિયાના પ્રતિનિધિ તુષારભાઈ માકડિયા, પૂર્વ સરપંચ સમીરભાઈ ભેસંદડિયા અને તાલુકા પંચાયત સભ્ય કિશનભાઈ જસાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના અન્ય આગેવાનો, ગ્રામ પંચાયતના સભ્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.આ પ્રસંગે સરદાર પટેલના વિચારો અને આદર્શોને જીવનમાં ઉતારી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા મજબૂત કરવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો.