Gujarat

સુરત પોલીસના ‘નો ડ્રગ્સ’ અભિયાનને વધુ એક મોટી સફળતા મળી

રત્નકલાકારની આડમાં હાઇબ્રિડ ગાંજાનું વેચાણ કરતા શખસને સુરત ર્જીંય્ની ટીમે લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો

શહેરના અડાજણ વિસ્તારમાંથી રત્નકલાકારની આડમાં હાઇબ્રિડ ગાંજાનું વેચાણ કરતા એક શખસને ર્જીંય્ની ટીમે લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આ કિસ્સામાં ચોંકાવનારી બાબત એ છે કે ડ્રગ્સની ડિલિવરી વોટ્સએપ લોકેશન દ્વારા હાઈટેક રીતે કરવામાં આવતી હતી.

સુરત ર્જીંય્ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે અડાજણના શિલાલેખ એપાર્ટમેન્ટ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે રવિરાજ મનસુખભાઇ મારવણીયા નામના શખસને શંકાસ્પદ હાલતમાં અટકાવ્યો હતો. તેની પાસેથી ૪૯૭ ગ્રામ પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે રૂ. ૧૭.૩૯ લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે.

પકડાયેલ રવિરાજ મારવણીયા મૂળ જૂનાગઢના માણાવદરનો વતની છે અને સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. આરોપી પોતે પણ ડ્રગ્સના રવાડે ચડ્યો હતો અને ઝડપી પૈસા કમાવાની લાલચે કતારગામના પાર્થ ઉર્ફે ‘છ્‘ નામના શખસના ઈશારે કામ કરતો હતો. મુખ્ય સૂત્રધાર પાર્થ વોટ્સએપ પર લોકેશન મોકલે અને રવિરાજ પોતાની બાઇક પર જઈને ડ્રગ્સની ડિલિવરી કરતો હતો.

આ બનાવ બાબતે ડીસીપી રાજદીપસિંહ નકુમના જણાવ્યા અનુસાર, “આ કોઈ સામાન્ય ગાંજો નથી પરંતુ વિદેશી હાઇબ્રિડ ગાંજો છે. આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ હોવાની આશંકા છે. હાલ અડાજણ પોલીસ સ્ટેશનમાં દ્ગડ્ઢઁજી એક્ટ હેઠળ ગુનો નોંધી, મુખ્ય વોન્ટેડ આરોપી પાર્થ ઉર્ફે ‘છ્‘ ને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો દરોડા પાડી રહી છે.”

પોલીસે ડ્રગ્સ, બાઇક અને મોબાઈલ મળી કુલ રૂ. ૧૮.૪૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રત્નકલાકારની આડમાં ચાલતા આ નશાના કાળા કારોબારે સુરત શહેરમાં ચકચાર જગાવી છે. પોલીસના આ કડક પગલાથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.