Gujarat

માળીયાના જાજાસર ગામે 19 વર્ષની યુવતીનો મૃતદેહ મળ્યો

માળીયા મિયાણા તાલુકાના જાજાસર ગામની સીમમાં એક 19 વર્ષની યુવતીનો મૃતદેહ મળ્યો છે. યુવતીએ હસમુખભાઈ ગોગરાના ખેતરના શેઢે આવેલા બાવળના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ લીધો હતો. મૃતક યુવતીનું નામ આશાબેન ખુમસીંગ મછાર છે. તે મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રાજગઢ તાલુકાના શિંગોડિયા ગામની રહેવાસી હતી અને અહીં ખેતમજૂરી કરતી હતી. અજાણ્યા કારણોસર તેણે આ પગલું ભર્યું હતું. માળીયા પોલીસે આ ઘટના અંગે અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.