Gujarat

હળવદના ધણાદમાં ઓનલાઈન ગેમમાં દેણું થતાં યુવાને ઝેર ગટગટાવ્યું

મોરબી જિલ્લામાં આપઘાતના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. હળવદ તાલુકાના ધણાદ ગામે રહેતા ૩૧ વર્ષીય ઘનશ્યામભાઈ નાનજીભાઈ સોલંકી નામના યુવાને ઓનલાઈન ગેમમાં નાણાં હારી જતાં થયેલા દેણાથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી.

ગંભીર હાલતમાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતકના પિતા નાનજીભાઈ સોલંકીની જાણના આધારે હળવદ પોલીસે આપઘાતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાજાસરમાં 19 વર્ષીય યુવતીનો ગળાફાંસો બીજો બનાવ માળીયા (મી) તાલુકાના જાજાસર ગામે બન્યો હતો. મૂળ મધ્યપ્રદેશની અને હાલ જાજાસરમાં મજૂરી કામ કરતી ૧૯ વર્ષીય આશાબેન ખુમસિંગ મછારે કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી.