સંખેડા તાલુકાના ગામડી ચોકડી પાસે ગણપતિ વિસર્જનની સાંજે એક અકસ્માત થયો. ખાણ ખનીજ ચેકપોસ્ટ સામે રેતી ભરેલા કન્ટેનરે બે બાઈક પર સવાર પાંચ લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ગામડી ગામના એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું.

અકસ્માત સર્જી ભાગવાનો પ્રયાસ કરતા ડ્રાઈવરને ગ્રામજનોએ પકડી પાડ્યો હતો. ઈજાગ્રસ્તોને તરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

મોડી રાત્રે એક વ્યક્તિનું મોત થતા ગામમાં લોકોમાં નારાજગી ફેલાઈ. સરપંચ સાથે ગ્રામજનોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો.

