Gujarat

જામનગરમાં લગ્ન પ્રસંગની ખુશીઓ વચ્ચેથી વિખુટા પડેલા વૃદ્ધનું પોલીસે પુન: કરાવ્યું મિલન

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ (રાજનગર એક્સટેન્શન)ના રહેવાસી પિયુષ શર્મા (ઉં.વ. 35) પોતાના 70 વર્ષીય પિતા મુકેશ શર્મા અને આશરે 40 સંબંધીઓ સાથે પિતરાઈ બહેનના લગ્નમાં હાજરી આપવા ગત તા. 20ના રોજ સવારે 5 વાગ્યે જામનગર આવ્યા હતા અને સિક્કા હાઈવે રોડ પરની ઓવરસીડ હોટલ ખાતે ઉતર્યા હતા.

બીજા દિવસે લગ્ન હોવાથી તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે સવારે 11 વાગ્યે મુકેશ શર્મા કોઈને કહ્યા વગર હોટલની બહાર નીકળી ગયા હતા. તેમની માનસિક સ્થિતિ થોડી નબળી હોવાથી પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. સવારથી શોધખોળ છતાં પત્તો ન લાગતા પરિવારે સિક્કા પોલીસ સ્ટેશનમાં જાણ કરી મોબાઈલ નંબર આપ્યા હતા.

બીજી તરફ જામનગરના ધરારનગર-1 ના રહેવાસી રિક્ષાચાલક હાજી કાસમ હલવાણીને જૂના રેલવે સ્ટેશન પાસેથી આ વયોવૃદ્ધ મળી આવ્યા હતા. તેમણે ઓવરબ્રિજ પાસેની હોટલો તેમજ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આશરે ત્રણેક કલાક સુધી પરિવારની શોધખોળ કરી હતી, પરંતુ પરિવાર ન મળતા માનવતા દાખવી વૃદ્ધને નેત્રમ શાખા ખાતે લાવી સમગ્ર હકીકત જણાવી હતી.