Gujarat

વેરાવળ પાટણ પાલિકાનું નામ બદલી સોમનાથ કરો : નવનિયુક્ત હોદ્દેદારો

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોએ તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન વેરાવળ – પાટણ સંયુક્ત નગરપાલિકાનું નામ સોમનાથ નગરપાલિકા કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલીકાના નવનિયુક્ત પ્રમુખ નરેશ ગોહેલ, ઉપપ્રમુખ હેમીબેન જેઠવા, કારોબારી ચેરમેન ઉદય શાહ સહિતના પદાધિકારીઓએ તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમિયાન ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળના દરિયાકાંઠા અને માછીમારી ઉદ્યોગના વિકાસ અર્થે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત સોમનાથના ધાર્મિક અને હેરિટેજ ટુરિઝમનો વિકાસ થયા તેમજ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાનું નામ બદલીને સોમનાથ નગરપાલિકા કરવા રજૂઆત કરવામાં આવી હતી.