સાબરમતી નદીમાં આપઘાતના કિસ્સામ રોજ બની રહ્યા છે ત્યારે દિવાળીના તહેવારમાં પણ સાબરમતી નદીમાં આપઘાતના ચાર કિસ્સા બન્યા છે.શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા લોકોએ સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કર્યો છે.એક વ્યક્તિનો જીવ પણ બચાવી લેવામાં આવ્યો હતો.દિવાળીથી ભાઈ બીજ સુધી રિવર રેસ્ક્યુ ટીમે સાબરમતી નદીમાંથી ચાર વ્યક્તિના મૃતદેહ બહાર કાઢ્યા છે.
બનાવ 1 દિવાળીના દિવસે સવારના સમયે એલિસબ્રિજથી અટલબ્રિજની વચ્ચે એક વ્યક્તિના બિન વરસી બેગ,મોબાઈલ ફોન,ચપ્પલ અને બાઈકની ચાવી મળી હતી જેની જાણ થતા ફાયરની રિવર રેસ્ક્યુ ટીમ દ્વારા નદીમાં તપાસ કરવામાં આવી ત્યારે એક કલાકમાં નદીમાંથી ફેનિલ નામના યુવકની લાશ મળી આવી હતી.જે લાશ કાઢીને પોલીસને જાણ કરવામાં આવી હતી.
બનાવ 2 દિવાળીના દિવસે જ પતંગ હોટેલ તરફના રિવરફ્રન્ટ પર એક અજાણ્યા વ્યક્તિની લાશ તરી રહી હતી.લાશ જોઈને રિવરફ્રન્ટના સિક્યુરિટી ગાર્ડે પોલીસ અને ફાયરને જાણ કરતા ફાયર વિભાગની રિવર રેસ્ક્યુ ટીમ દ્વારા લાશ બહાર કાઢવામાં આવી હતી.લાશ પાસેથી કોઈ ઓળખ થઈ શકે તેવો પુરાવો મળ્યો નહતો જેથી અજાણ્યા શખ્સની લાશ મળતા પીએમ કરાવી પરિવારને તપાસ કરવામાં આવી રહી છે.
બનાવ 3 પડતર દિવસે બપોરના સમયે એક વ્યક્તિએ સાબરમતી નદીમાં દધિચી બ્રિજ પાસે છલાંગ લગાવી હોવાની જાણવા મળ્યું હતું જેથી ફાયરની રિવર રેસ્ક્યુ ટીમ દ્વારા આ વ્યક્તિને બહાર કાઢી લેવામાં આવ્યો હતો.પ્રવીણ કામલે નામના વ્યક્તિને બહાર કાઢ્યો ત્યારે તેનો શ્વાસ ચાલી રહ્યો હતો જેથી સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
બનાવ 4 પડતર દિવસના મોડી રાતે રિવરફ્રન્ટના સિક્યુરિટી ગાર્ડે ફાયરને ફોન કરીને એક બંટી નદીમાં ઝંપલાવ્યું હોવાની જાણ કરી હતી.રેસ્ક્યુ ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા મોડી રાતે નદીમાંથી સાજીદ પઠાણ નામના વ્યક્તિની લાશ બહાર કાઢવામાં આવ્યો હતો.લાશ બહાર કાઢીને પોલીસને જાણ કરી પીએમ માટે મોકલવામાં આવી હતી.
બનાવ 5 ભાઈ બીજના દિવસે સવારે એલિસબ્રિજ પાસે નદીમાં એક લાશ તરી રહી હોવાનું સિક્યુરિટી ગાર્ડે જાણ કરતા રેસ્ક્યુ ટીમ દ્વારા લાશને બહાર કાઢવામાં આવી હતી.લાશ પાસેથી ઓળખ થાય તેવા કો પુરાવા મળ્યા ન્હોતા.આ લાશના હાથમાં અંગ્રેજીમાં પરેશ લખેલું હતું.પોલીસે લાશને પીએમ માટે મોકલી પરિવારની શોધખોળ હાથ ધરી છે.

