Gujarat

પાટણ-ડીસા હાઈવે પર આઈશરની ટક્કરે 2નાં મોત, 4 ઘાયલ

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જંગરાલ ગામ નજીક પાટણ-ડીસા હાઈવે પર 11 નવેમ્બરની રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. વાગડોદ ખાતે રામાપીરના (રામાધણી) કેમ્પમાં દર્શન કરવા માટે પગપાળા જઈ રહેલા 6 યુવકને ડીસા તરફથી પૂરઝડપે આવી રહેલી બટાકા ભરેલી આઈશર ગાડીએ ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં 19 અને 23 વર્ષીય બે યુવકના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 4 યુવકને ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

હોસ્પિટલમાં દાખલ ઈજાગ્રસ્ત યુવાનોની યાદી

  1. આનંદ પીરાભાઈ રબારી
  2. વિશાલ મફાભાઈ રબારી
  3. નૈતિક વિનોદભાઈ રબારી
  4. જનક રમેશભાઈ રબારી (ભાણો)