Gujarat

ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર બક્ષીપંચ મોર્ચા દ્વારા આજરોજ પરિચય બેઠકનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં બક્ષીપંચ મોર્ચાના નવનિયુક્ત કારોબારી સભ્યો, વિવિધ વોર્ડના પ્રમુખો તેમજ મહામંત્રીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા

બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા, સંગઠનાત્મક કાર્યને વેગ આપવા તેમજ આગામી કાર્યક્રમો અને જનસંપર્ક અભિયાન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નવા હોદ્દેદારોનો પરિચય કરાવવામાં આવ્યો હતો તેમજ સંગઠનના કાર્યને વધુ અસરકારક રીતે આગળ વધારવા માટે સૌને જવાબદારીપૂર્વક કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરના શહેર અધ્યક્ષા શ્રીમતી બીનાબેન કોઠારી, મહામંત્રી તેમજ બક્ષીપંચ મોર્ચાના પ્રભારી શ્રી વિજયસિંહજી જેઠવા, શ્રી મૃગેશભાઈ દવે અને શ્રી ભાવેશભાઈ કાનાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ બક્ષીપંચ મોર્ચાના અધ્યક્ષ શ્રી વિરલભાઈ બારડ, મહામંત્રી શ્રી મોહનભાઈ ગઢવી અને શ્રી મયુરભાઈ સિંધવ સહિત મોર્ચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બેઠકને સફળ બનાવી હતી.

બેઠકનો અંત સંગઠનને વધુ સશક્ત બનાવવા અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે કરવામાં આવ્યો હતો. ઉપરાંત અગામી ગુરુપૂર્ણિમા કાર્યક્રમ સંદભે વોડ નો 1 થી 8 ના ઇન્ચાજે મોહનભાઈ ગઢવી. સહઇન્ચાર્જ સાગરભાઈ* બોદર .સાગરભાઈ જગતીયા તથા વોડ નો 9 થી 16 ના ઇન્ચાર્જ મયુરભાઈ સિંધવ સહ ઇન્ચાર્જ કિશોરભાઈ કછેટિયા.હિરેનભાઈઝાલા ના નામો ની જાહેરાત કરવામાં આવેલ છે.