રાજ્યના શહેરી વહીવટીતંત્રમાં સરકારે મોટો ફેરફાર કર્યો છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે રાજ્યની નગરપાલિકાના ચીફ ઓફિસર સંવર્ગના 25 અધિકારીની બદલી અને નવી નિમણૂકના આદેશો કર્યા છે. 24 ઓગસ્ટે મંજૂર કરાયેલા આ હુકમથી અનેક નગરપાલિકાઓ ઉપરાંત સુરત, અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશનર કક્ષાના પદના અધિકારીઓમાં પણ ફેરફાર થયો છે.
સુરત મ્યુનિ.માં ડેપ્યુટી કમિશનર બદલાયા રવિકાન્ત પટેલને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર પદેથી માણસા ચીફ ઓફિસર તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે પારસ મકવાણાની વેરાવળ-પાટણથી બદલી કરીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર બનાવાયા છે.
કેશવ કોલડીયાને અંકલેશ્વરથી બદલીને પ્રાદેશિક કમિશનર મ્યુનિસિપાલિટી, સુરત ઝોન બનાવાયા છે. નીતિન બોડાતને કલોલથી અમદાવાદ ઝોનના પ્રાદેશિક કમિશનર તરીકે નિમણૂક મળી છે. સતીશ પટેલ માણસાથી ગાંધીનગર ઝોનના પ્રાદેશિક કમિશનર અને રૂપલ ખેતીયાને ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડમાંથી રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશનર બનાવવામાં આવ્યા છે.
માંડવી-બારોઈનો વધારાનો હવાલો હુકમમાં મુજબ માંડવી-બારોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે વર્ગ-2ના વૈભવ વ્યાસને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેઓ પોતાની હાલની કામગીરી ઉપરાંત આ જવાબદારી પણ સંભાળશે.

